મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજીમાંથી મળેલું માનવકંકાલ મહિલાનું, પત્નીની હત્યા કરીને પતિએ ફેક્ટરીમાં લાશને ઠેકાણે પાડી હતી

ધોરાજીના નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતો. પોલીસ અને ફોરેન્સિક તપાસમાં સામે આવ્

ધોરાજીમાંથી મળેલું માનવકંકાલ મહિલાનું, પત્નીની હત્યા કરીને પતિએ ફેક્ટરીમાં લાશને ઠેકાણે પાડી હતી

ધોરાજીના નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતો. પોલીસ અને ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું કે દટાયેલી અવસ્થામાં મળી આવેલો કંકાલ 6 મહિના કે તેથી વધુ જૂનું છે.આ માનવકંકાલ 25 થી 35 વર્ષની સ્ત્રીનું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 9 મહિના પહેલા વિપીન યાદવે પત્નીની કરી નાખી હતી હત્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પરબડી ગામે અંદાજે 9 મહિના પહેલા વિપીન યાદવે ઘરકંકાસ થતો હોવાના કારણે પત્ની રેશમાદેવી ઉર્ફે સાયરાને ભાઈ સૌરભ સિંહ સાથે મળીને ગળેટુંપો આપી હત્યા નીપજાવી હતી.

મહિલાનો મૃતહેદને બંધ ફેક્ટરીમાં દાટી દીધો

હત્યા કર્યા પછી શખ્સે મહિલાનો મૃતહેદને બંધ ફેક્ટરીમાં દાટી દીધો હતો.પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીની હત્યાનું કાવતરૂ રચ્યું

 વિપીન યાદવ પત્નીથી છુટકારો મેળવવા માંગતો હતો, તેથી તેણે તેની પત્નીની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. વિપીને પુત્રને પુત્રને સ્કૂલે મોકલી દીધો હતો. ત્યાર બાદ બન્ને શખ્સોએ મહિલાની હત્યા કરી હતી. તો બીજી તરફ  હત્યાને અંજામ આપ્યા બાદ વિપિન અને સૌરભસિંઘ એકબીજાની મદદગારી કરી પોલીસ પકડમાંથી નાસતા ફરતા રહેતા હતા.

આઇ.પી.સી. કલમ 302, 201, 120(બી) મુજબ ગુનો નોંધી

પોલીસને બાતમી મળી હતી કે બન્ને શખ્સો ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાના તાલુકાના નગલાદયા ગામમાં છુપાયેલા છે. બન્ને આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા. બન્ને આરોપીઓને દબોચીને આઇ.પી.સી. કલમ 302, 201, 120(બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરી હતી. 

કારખાનામાં જ પત્નીની લાશને ઠેકાણે પાડી

પોલીસની સખ્તાઈ ભરી પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે હત્યાના ગુનાને છુપાવવા માટે કારખાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી તે કુંડી ઉપર માટીનું પુરાણ કરી પુરાવાનો નાશ કરી દીધો હતો. લાશને ઠેકાણે પાડીને બન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો