ભંગાર સાઈકલોનું વિતરણ કરી સરકારે વાહવાહી લૂંટી લીધી, વિપક્ષે મળતિયાઓને કરોડોના ફાયદાનો લગાવ્યો આરોપ
સરસ્વતી સાધના યોજના જેના હેઠળ એસસી, એસટી અને ઓબીસી સમાજની દીકરીઓ આજે સાઈકલોથી વંચિત રહી છે. લાખ

સરસ્વતી સાધના યોજના જેના હેઠળ એસસી, એસટી અને ઓબીસી સમાજની દીકરીઓ આજે સાઈકલોથી વંચિત રહી છે. લાખો સાઈકલો ભંગાર અવસ્થામાં પડી રહી છે. શાળાની શરૂઆત જુન મહિનામાં થાય પ્રવેશોત્સવ યોજાય છે. વિદ્યાર્થિનીઓને જુન મહિનામાં સાઈકલ મળી જવી જોઈએ પણ સમયસર સાઈકલ અપાતી નથી.
વિધાનસભા ગૃહમાં સાઈકલનો મુદ્દો ચમક્યો
ગુરૂવારે (27મી ફેબ્રુઆરી) વિધાનસભા ગૃહમાં સાઈકલનો મુદ્દો ચમક્યો હતો. વિપક્ષનો આક્ષેપ કર્યો હતો કે, 'સરકારને વિદ્યાર્થિનીઓની નહીં, પરંતુ બદલે માનીતી એજન્સીઓની ચિંતા છે. સાઈકલની ખરીદીનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ છે. એટલુ જ નહીં, અન્ય રાજ્ય કરતાં વઘુ મોઘી સાઇકલ ખરીદીને મળતિયાઓને આઠ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો કરી દેવાયો છે. એટલુ જ નહીં, પૈસાની લાલચ માટે સાઈકલ ખરીદીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે.
સાઈકલનો ક્વોલિટી રિપોર્ટ જાહેર કરો
સરસ્વતી સાધના યોજનામાં 2023-24માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા 1 લાખ 70 હજાર સાઈકલ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. જેની ખરીદીની સત્તા ગ્રીમકોને અપાઇ છે. સાઈકલનું સ્પેશીફીકેશન અને કંડીશન છે કે નહીં એ વર્ષોથી કમિટી SPC નક્કી કરે છે. પરંતુ માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્પેશીફીકેશન અને કંડીશનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે કંપની રાજસ્થાનમાં એક સાઈકલ 3857 રૂપિયા આપે છે એ જ સાઈકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે.






