મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આમાં કેવી રીતે વધશે આદિવાસી ગૌરવ? વ્યારામાં કાંટી ગયેલી સાયકલ પર લાગી રહ્યો છે 'વિકાસ'નો રંગ

15મી નવેમ્બર 'જનજાતિ ગૌરવ દિવસ' ઉજવણી થવાની છે. જે નિમિત્તે ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિમ જૂથો

આમાં કેવી રીતે વધશે આદિવાસી ગૌરવ? વ્યારામાં કાંટી ગયેલી સાયકલ પર લાગી રહ્યો છે 'વિકાસ'નો રંગ

15મી નવેમ્બર 'જનજાતિ ગૌરવ દિવસ' ઉજવણી થવાની છે. જે નિમિત્તે ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે "પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન PM-JANMAN અને DA-JGUA કાર્યક્રમ અંતર્ગત તા.15 નવેમ્બર, 2024ના રોજ જિલ્લા નાં સેવાસદન ઓડિટોરિયમ હોલ વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જો કે, આ કાર્યક્રમ અગાઉ વિદ્યાર્થીઓ માટે ખરીદવામાં આવેલી અને છેલ્લા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી પડી રહેલી સાયકલોને રંગરોગાનનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃરખડતાં ઢોરના હુમલા વધતાં પાલિકાની આંખ ઉઘડી, પારડીમાંથી 8 પશુઓને પૂર્યા પાંજરે

કૌભાંડની ઉઠી આશંકા

વ્યારા સુગરના મેદાન નજીક સાયકલો મૂકવામાં આવી હતી. વર્ષ 2023ની જર્જરિત સાયકલોનું રંગો રોગાનનું કામ શરૂ કરાયું છે. શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023ની કાંટ ખાઈ ગયેલી એવી ભંગાર સાયકલોને ફરી નવી બનાવવાનું કૌભાંડ ચાલતું હોય તે રીતે રંગરોગાન અને સાફસફાઈ માટે માણસો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. જે સીધી જ રીતે ભ્રષ્ટાચારની છડી પોકારતા દૃશ્યો કેમેરામાં કેદ થતાં લોકો તરેહતરેહના સવાલો ઉઠાવી રહ્યાં છે.

મંત્રી આવવાના છે ત્યારે કામગીરી

તાપી કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓનું તંત્ર જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે. શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે આદિવાસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના છે. જે સાયકલ કેટલાય સમયથી પડી પડી ભંગાર થઈ હતી. જેમાં આજે તાપીના વ્યારા ખાતે આદિજાતિ પ્રધાન અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આવી રહ્યા છે. ત્યારે કામગીરી કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. તાપી કલેકટર હસ્કત આવતા વિભાગમાં રંગોરોગાનનું કામ ચાલતું હોય ત્યારે કલેકટર શું પગલાં ભરે છે એ જોવું રહ્યું. રંગ રોગાન કરી સાયકલ સાફ કરી સાયકલ જો વિદ્યાર્થીનીઓને આપવામાં આવે અને બાદમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? તેવા સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો