Rajkot news: બાળા સાથે હેવાનિયતની હદ વટાવનાર આરોપીનો પોલીસ પર હુમલો, ભાગવા જતાં નરાધમના પગ પર કરાયું ફાયરિંગ
રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીએ ભાગવાનો અને પોલીસ હુમલાનો પ્

રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીએ ભાગવાનો અને પોલીસ હુમલાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ, KDP હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ કર્મી સારવાર હેઠળ છે.
10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ
જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રીએ આ સાથે ફાંસી અને આજીવન કેદની સજા થાય તેવા પ્રયાસો કરવા અને 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવા આટકોટ પોલીસને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે પીડિત બાળકીની તબિયત હાલ સુધારા પર છે.
ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધું હતું
જસદણના આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી હતી. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આ નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો હતો.
લોહીલુહાણ હાલતમાં બાળકી મળી હતી
પરિવારને ખેતરમાં બાળકીની હાજરી ન હોવાની ખબર પડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. હાલ બાળકીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ ફરિયાદ મળતા જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ હરકતમાં આવી હતી.
આરોપી 3 સંતાનનો પિતા
ગઇકાલે (9 ડિસેમ્બર) રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરેના જણાવ્યા અનુસાર 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસીંગ તેરસીંગની ઓળખ કરતાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે અને એક દીકરી અને બે દીકરાનો પિતા છે.








