Bhuj news: મિત્ર સાથે ફરવા જવા કિશોરે ઘરમાંથી 25 લાખ ચોર્યા, ભુજના કોન્ટ્રાક્ટર પુત્રનો મિત્રો સાથે બ્લેકમેઈલિંગનો ખેલ
ભુજના જુના રાવલવાડી વિસ્તારમાં રહેતા ક્ન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરનું

ભુજના જુના રાવલવાડી વિસ્તારમાં રહેતા ક્ન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરનું છ મહ્િના પહેલાં મૃત્યુ નિપજતાં તેમના વિધવા પત્ની વ્યવસ્યા સંભાળતા હતા, રવિવાર રાત્રે 17 વર્ષ અને 6 મહિનાની ઊંમર ધરાવતો ધોરણ-12માં અભ્યાસ કરતાં પુત્રે ઘરના કબાટની ડુપ્લિકેટ ચાવીઓ બનાવડાવી તેમાંથી રોકડ રકમ અને માતાના દાગીના ચોર્યાં હતાં. પુત્રે ચોરી કર્યાની જાણ થતાં માતા દિલ્હીથી ભુજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં અમદાવાદના આશ્રમ રોડની હોટલનું લોકેશન મળ્યું હતું. અમદાવાદગ ક્રાઈમ બ્રાચની મદદ માંગવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોટલ પર પહોંચી હતી, તો કિશોર અને તેનો મિત્ર ગોવા જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાની જાણકારી મળી હતી.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પકડી પાડ્યા
એરપોર્ટ પર જઈ તપાસ કરતાં ભુજનો કિશોર મળ્યાં દોઢ ક્લાકમાં જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પકડી પાડ્યા હતા. ભુજ પોલીસની ટીમ મધરાતે આવી પહોંચી હતી, અને બન્ને લઈ રવાના થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ ભુજ પોલીસે દાવો કર્યો છે કે 25 લાખ રૂપિયાની રોકડ ચોરીને કિશોર અને તેનો મિત્ર કાર ભાડે કરીને અમદાવાદના આશ્રમ રોડ પર હોટલમાં રોકાયાં હતાં.
ગોવા જવા માટે ફ્લાઈટ બૂક કરી
ગોવા જવા માટે ફ્લાઈટ બૂક કરી હતી, પણ પરિવાર કે પોલીસ પકડી પાડશે તેવા ડરથી છેલ્લી ઘડીએ કોલકાતાની ફ્લાઈટ ટિકિટ્સ પટેલે જણાવ્યું કે યુવાનીના ઉંબરે ઉભેવા ધોરણ-12ના વિદ્યાર્થી એવા આર્થિક સધ્ધર પરિવારના પુત્રને તેના મિત્ર દ્વારા જ બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો ખુલી છે. કોઈ કેસમાં ફસાઈ જશે તેવો ડર બતાવવામાં આવતાં આ કિશોર તેના મિત્ર સાથે થોડા દિવસ ફરવા જવા માટે નીકળી ગયો હતો, પણ ત્વરિત સર્વેસલન્સ કામગીરી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી કિશોરને હેમખેમ ભુજ પરત લાવવામાં આવ્યો છે.
બોર્ડિંગ સમયે જ પકડી પાડ્યા
ધોરણ-12ના વિદ્યાર્થી એવા ભુજના કોન્ટ્રાક્ટરનો પુત્ર ઘરમાંથી પચ્ચીસ લાખ રૂપિયા ચોરીને મિત્ર સાથે ફરવા માટે કોલકાતા જતો રહે તે પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પકડાયો હતો. ભુજ પોલીસે મદદ માંગતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ભુજના કિશોર અને યુવાન મિત્રને ફ્લાઈટના બોર્ડ઼િગ સમયે જ પકડી પાડ્યા હતા.
95 લાખ ચોર્યાની વાત આવી સામે
ભુજમાં ચર્ચાના ચગડોળે ચડેલાં કિસ્સામાં 6 મહિના પહેલાં કુદરતી મૃત્યુ પામેલા પિતાના ક્ન્સ્ટ્રક્શન વ્યવસ્યાના રૂપિયા 95 લાખ ઉપરાંત માતાના સોનાના દાગીના, લગડી પુત્રએ ડુપ્લિકેટ ચાવી બનાવડાવી ચોર્યા હતાં. એક સરદારજીને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ફોન રેકોર્ડસમાં તેની સાથે વાતચીત થયાનું પણ જણાઈ આવ્યું છે. ભુજ પોલીસ હાલમાં 25 લાખ ચોરીનો દાવો કરે છે. પણ કિશોરે 95 લાખ ચોર્યા તેમાંથી 70 લાખ કોઈ મિત્રને ત્યાં મુક્યાની ચર્ચા છે. ચર્ચાઓ વચ્ચે વાસ્તવિક્તા જાણવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે,તેવો દાવો પોલીસ તંત્ર તરફથી કરવામાં આવ્યો છે.








