Gujarat news: બાળકોને જ્ઞાન આપનાર શિક્ષકોએ જ CCCના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી વધુ પગાર મેળવ્યો
ગુજરાતમાં 782 શિક્ષકોએ ખોટા CCC સર્ટિફિકેટના આધારે કરોડો

ગુજરાતમાં 782 શિક્ષકોએ ખોટા CCC સર્ટિફિકેટના આધારે કરોડો રૂપિયાનો પગાર મેળવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે તપાસ કમિટીએ સમગ્ર મામલે રિપોર્ટ મોકલ્યો હતો. આ રિપોર્ટના આધારે ગંભીર પગલા લેવામાં આવશે.
CCCના ખોટા સર્ટી આપનારા 782 પ્રાથમિક શિક્ષકો સામે FIR પણ દાખલ થઈ શકે
ઉલ્લેખનીય છે કે CCCના ખોટા સર્ટિ આપનારા 782 પ્રાથમિક શિક્ષકો સામે FIR પણ દાખલ થઈ શકે છે. તો બીજી તરફ 198 શિક્ષકોનો ઈજાફો અટકાવાયો હતો, જ્યાપે 584 શિક્ષકો સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારા 782 શિક્ષકોમાંથી 584 શિક્ષકો સામે ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ હોય સમગ્ર રાજ્યમાં સમાન પ્રકારના કેસોમાં શિક્ષામાં સમાનતા રહે તે માટે તેઓની સામે પણ મોટી શિક્ષાની કાર્યવાહી હાથ ધરી તેઓને મોટી શિક્ષાની કાર્યવાહી કરવામા આવે. આ 782 પ્રાથમિક શિક્ષકો દ્વારા ટ્રીપલસીના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી ઉચ્ચતર પગાર ધોરણ-નોકરીમાં કાયમી નિમણૂંક જેવા સેવાકીય લાભો મેળવી તેઓએ સરકાર સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાથી તેઓ સામે ખાતાકીય તપાસની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામા આવે. 782 શિક્ષકોમાંથી હાલ જે શિક્ષકો ચાલુ નોકરીમાં હોય કે નિવૃત થયા હોય તેવા અન્ય તમામ શિક્ષકો પાસેથી આવી ખોટી રીતે મેળવેલ લાભોની રીકવરી પણ સત્વરે કરવામાં આવે.
જે શિક્ષકો નિવૃત થઈ ગયા હોય તેવા શિક્ષકોના કિસ્સમાં રાજ્ય સેવા નિયમો હેઠળ પેન્શન કાપની શિક્ષા કરવામા આવે. જ્યારે જે શિક્ષકો અવસાન પામ્યા હોય તેવા શિક્ષકોએ મેળવેલ લાભોની રકમની વસુલાત કરવાની રહેશે નહીં તથા તેઓની સામેની તપાસ પણ પડતી મુકવાની રહેશે.
આમ નાણાં વિભાગની સૂચના બાદ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકે દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે અને ખાસ કરીને બોગસ સર્ટિ દ્વારા નોકરી કે વધુ પગાર મેળવનારા શિક્ષકો સામે પોલીસ ફરિયાદનો આદેશ કર્યો છે.જો કે બીજી આટલા બધા શિક્ષકો ક્યાંથી બોગસ સર્ટિફિકેટ લાવ્યા તે પણ તપાસનો વિષય છે.








