મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી / જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત, મતદાન મથકમાં ઢળી પડ્યાં

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે રાજ્યની 25 લોકસભા બેઠકો અને 5

અમરેલી / જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત,  મતદાન મથકમાં ઢળી પડ્યાં

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે રાજ્યની 25 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત થયું છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર જાફરાબાદની સાગર પ્રાથમિક શાળાના મતદાન મથકમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકા કૌશિકાબેન બાબરીયા મતદાન મથકમાં ઢળી પડ્યાં હતા. આ શિક્ષિકાનું મૃત્યુ હાર્ટ એટેકથી આવ્યું હોવાનું અનુમાન છે. પોલીસ મતદાન મથકે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03% મતદાન

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. 3 વાગ્યા સુધી 47.03 % મતદાન થયું છે. બપોરે 1 વાગ્યા સુધી 37.83 % મતદાન થયું  હતું. વલસાડમાં સૌથી વધુ 58.05 % મતદાન થયું છે.

ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં મતદાન, જાણો સંપૂર્ણ આંકડા

મતદાન ટકાવારી
અમદાવાદ પૂર્વ 43.55%
અમદાવાદ પશ્ચિમ 42.21%
અમરેલી 37.82%
આણંદ 52.49%
બનાસકાંઠા 55.74%
બારડોલી 51.97%
ભરૂચ 54.90%
ભાવનગર 40.96%
છોટા ઉદેપુર 54.24%
દાહોદ 46.97%
ગાંધીનગર 48.99%
જામનગર 42.52%
જૂનાગઢ 44.47%
કચ્છ 41.18%
ખેડા 46.11%
મહેસાણા 48.15%
નવસારી 48.03%
પંચમહાલ 45.72%
પાટણ 46.69%
પોરબંદર 37.96%
રાજકોટ 46.47%
સાબરકાંઠા 50.36%
સુરેન્દ્રનગર 40.93%
વડોદરા 48.48%
વલસાડ 58.05%

આ સમાચાર શેર કરો