VIDEO: તાપીના ખાટીક ફળિયામાં બનેલી જૂથ અથડામણનો મામલો, 12ની પોલીસે કરી અટકાયત
તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં બનેલી જૂથ અથડામણના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામ


તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં બનેલી જૂથ અથડામણના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો.
12 લોકોની પોલીસે અટકાયત કરી
આ જૂથ અથડામણમાં બે જૂથના લોકો સામેલ હતા, જેમાં કુલ 12 લોકોની પોલીસે અટકાયત કરી છે. ઘટનામાં 10થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બંને જૂથના ચાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે (સાતમી જાન્યૂઆરી) મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. બાઈક ચાલક સાથેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, આ અથડામણ કુકરમુંડાના ખટીક ફળિયા વિસ્તારમાં થઈ હતી. શરૂઆત એક બાઈક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી, પરંતુ જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. હિંસક બનેલા લોકોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક ઘટનામાં આશરે 8 લોકો લોહીલુહાણ થયા હતા. જેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક મહારાષ્ટ્રની નંદરબાર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને અન્ય ઈજાગ્રસ્તોને સ્થાનિક નિઝર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.








