સાવધાન રાત્રે પણ હેલ્મેટ પહેરજો, સુરતમાં પોલીસ મધરાતે પણ કરે છે દંડની કાર્યવાહી
સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો કડક કરવામાં આવ્યો છે. જેથી દિવસ દરમિયાન લોકો હેલ્મેટ પહેરે છે. પરંતુ રાત્રિ દરમિયાન લોક

સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો કડક કરવામાં આવ્યો છે. જેથી દિવસ દરમિયાન લોકો હેલ્મેટ પહેરે છે. પરંતુ રાત્રિ દરમિયાન લોકો હેલ્મેટ ન પહેરતા હોવાનું સામે આવતાં ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વગર હેલ્મેટે નીકળનારા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
25 હજાર દંડાયા
રાત્રિ દરમ્યાન હેલ્મેટ વિના નિકળતા વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રે પણ હેલ્મેટ ના નિયમન અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર ચાર દિવસમાં રાત્રિ દરમ્યાન હેલ્મેટ વિના વાહન હંકારતા 25હજારથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવ્યા છે.
કાયદાનું પાલન કરાવવા એકશન
25 હજાર વાહન ચાલકો સામે હેલ્મેટ નિયમણભંગ ના કેસો કરાયા છે. જ્યાં માત્ર ચાર દિવસમાં ટ્રાફિક પોલીસે રાત્રીના સમયે હેલ્મેટ વિના વાહન હાંકરતા ચાલકો સામે કાર્યવાહી કરી છે. હેલ્મેટ ન નિયમન અંગે શહેર ટ્રાફિક પોલીસ રાત્રે પણ રોડ પર બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ એકશનમાં આવી છે.








