મહેસાણામાં હેલ્મેટ વગર ફરતા ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી, 54 લોકોના લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયા
મહેસાણામાં ટ્રાફિકના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહેસાણામાં હેલ્મેટ

મહેસાણામાં ટ્રાફિકના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહેસાણામાં હેલ્મેટ વગર ફરતા ટુ વ્હીલર ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. મહેસાણામાં હેલ્મેટ વગર પકડાયેલા 54 વાહનચાલકોના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
54 વાહનચાલકોના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ
મહેસાણા જિલ્લા RTO વિભાગે ટ્રાફિકના નિયમોનું પાલન ના કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રોડ સેફ્ટી માટે જરૂરી ટ્રાફિક નિયમમાં ટુ વ્હિલર વાહન ચાલકે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનું કડક પાલન કરાવવા માટે વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હેલ્મેટ વગર વારંવાર પકડાતા વાહનચાલકોને હેલ્મેટ પહેરવા સમજણ, સલાહ અને સૂચન આપવા છતા ટુ વ્હિલર ચાલકો હેલ્મેટ પહેરતા નહતા. મહેસાણા જિલ્લામાં હેલ્મેટ વગર પકડાયેલા 54 જેટલા ટુ વ્હિલર વાહનચાલકો સામે RTO કચેરીએ કડક કાર્યવાહી કરી છે. 54 વાહનચાલકોના લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.






