મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વિકાસકામોથી ટ્રાફિક જામ, પોલીસ હેલ્મેટનો દંડ લેવામાં વ્યસ્ત- MLA કુમાર કાનાણીનો ફરી લેટર બોંબ

સુરતની વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લેટર લખીને સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે તેમણે વધુ

સુરતમાં વિકાસકામોથી ટ્રાફિક જામ, પોલીસ હેલ્મેટનો દંડ લેવામાં વ્યસ્ત- MLA કુમાર કાનાણીનો ફરી લેટર બોંબ

સુરતની વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લેટર લખીને સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે તેમણે વધુ એક લેટર લખ્યો છે. સુરતના પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેણે લખ્યું છે કે, ઠેર ઠેર વિકાસના કાર્યો થઈ રહ્યા છે. જે જરૂરી છે. પરંતુ તેને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઈ રહ્યાં છે. જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તાઓ બંધ કરવામાં આવે છે. પરંતુ ટ્રાફિકનું સંચાલન કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓ હેલ્મેટના દંડ વસૂલ કરવામાં વધુ ધ્યાન આપી રહ્યાં છે.

વિકાસના કામો આવકાર્ય ટ્રાફિક નહી-કાનાણી

કુમાર કાનાણીએ લેટરમાં લખ્યું છે કે, એક તરફ શહેરમાં અને ખાસ કરીને વરાછા વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ઘણા રસ્તાઓ બંધ છે. બીજી તરફ ડ્રેનેજ સહિતની લાઈનો પણ ઘણી જગ્યાએ નાખવામાં આવી રહી છે. વિકાસના કામા આવકાર્ય છે. જેથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. ત્યારે સાંકડા રસ્તાઓ પર પારાવાર ટ્રાફિક જામ થતો હોવાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે.

ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે થતું નથી

પોલીસ દ્વારા ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે ન થતું હોવાથી સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આવા સમયે પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટ કરવાની જગ્યાએ હેલ્મેટના દંડ ઉઘરાવતી જોવા મળી રહી છે. બીજી તરફ પ્રતિબંધિત સમયમાં પણ ભારે વાહનો રસ્તાઓ પર જોવા મળી રહ્યાં છે. જેને લઈને પણ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ભારે વાહનોની મનાઈ હોવા છતાં તેના જાહેરનામાનો અમલ થતો નથી. જેથી લોકોની મુશ્કેલીઓ વધી રહી હોવાનો ઉલ્લેખ પત્ર દ્વારા કુમાર કાનાણીએ કર્યો છે. 

આ સમાચાર શેર કરો