મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રસ્તાના ત્રાસમાંથી જનતાને મુક્ત કરાવવા માગ, સુરતમાં પડેલા ખાડાથી 'દબંગ' MLA કાનાણી વિફર્યા 

દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે. ઠેર ઠેર

રસ્તાના ત્રાસમાંથી જનતાને મુક્ત કરાવવા માગ, સુરતમાં પડેલા ખાડાથી 'દબંગ' MLA કાનાણી વિફર્યા 

દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે. ઠેર ઠેર ભુવા પડવાની સાથે સાથે ખાડાઓ પડી ગયા છે. ખાડાને ઉપરથી સિગ્નલ જેના કારણે લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે. ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પ્રસાર થાય છે. ત્યારે વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે.

ત્વરિત કામગીરીની માગ

તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી. પરંતુ હજી સુધી શહેરના મોટાભાગના રસ્તાઓ રિપેર થયા નથી. મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. 

તંત્ર મૂર્છા અવસ્થામાં

ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યુ કે, ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે, જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કર્યા છે. તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે.

આ સમાચાર શેર કરો