મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાંથી નકલી પોલીસ ઝડપાઇ, કાર પર ખોટી રીતે પોલીસ લખી રોફ જમાવતા 2 શખ્સ સામે કાર્યવાહી

ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલી બાકી રહ્યા નથી.ગુજરાતમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલ

સુરેન્દ્રનગરમાંથી નકલી પોલીસ ઝડપાઇ, કાર પર ખોટી રીતે પોલીસ લખી રોફ જમાવતા 2 શખ્સ સામે કાર્યવાહી

ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલી બાકી રહ્યા નથી.ગુજરાતમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલી ટોલનાકુ, નકલી CID, નકલી જજ અને નકલી કોર્ટ બાદ હવે નકલી ધારાસભ્ય ઝડપાયા છે.

ગુજરાતમાં નકલીની બોલબાલા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી પોલીસ તો હવે ઠેર ઠેર અનેક શહેરોમાં જોવા મળી રહ્યાં છે. નકલી પોલીસ બનીને રોફ જમાવનારા બે શખ્સ સામે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: આસારામ રેપ કેસના સાક્ષીનો હત્યારો કર્ણાટકથી ઝડપાયો, 10 વર્ષ પહેલા રાજકોટમાં કરી હતી હત્યા

સુરેન્દ્રનગરમાંથી નકલી પોલીસ બની રોફ જમાવનારા ઝડપાયા

સુરેન્દ્રનગરમાં કાર પર ખોટી રીતે પોલીસ લખી રોફ જમાવનારા 2 શખ્સ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બહુચર હોટલ અને ધોળીપોળ બસ સ્ટેન્ડ નજીકથી 2 ઇસમો પોલીસની ખોટી ઓળખ આપતા ઝડપાયા હતા.ખોટી રીતે પોલીસ લખી વાહનો ચલાવતા હતા અને સમાજમાં રોફ ઉભો કરતા હોવાનો ધડાકો થયો હતો. આ બન્ને ઇસમ સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો