મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યુથ કોંગ્રેસનો આશ્ચર્યજનક વિરોધ , દારૂબંધી રોકવામાં નિષ્ફળ ગૃહમંત્રી-મુખ્યમંત્રીના ફોટો સાથેની કાઢી અર્થી

ગાંધીના ગુજરાતમાં દારુબંઘી છે. પરંતુ ગુજરાતમાં દારૂ માફિયાઓએ ગેરકાયદેસર રીતે

સુરતમાં યુથ કોંગ્રેસનો આશ્ચર્યજનક વિરોધ , દારૂબંધી રોકવામાં નિષ્ફળ ગૃહમંત્રી-મુખ્યમંત્રીના ફોટો સાથેની કાઢી અર્થી

ગાંધીના ગુજરાતમાં દારુબંઘી છે. પરંતુ ગુજરાતમાં દારૂ માફિયાઓએ ગેરકાયદેસર રીતે દારૂ ભરેલા વાહનને રોકવાનો પ્રયાસ કરી રહેલા રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પર કાર ચલાવી હતી. જેને કારણે પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું મોત થયું છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના ફોટો સાથેની અર્થી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચોઃસુરતમાં કાફેની આડમાં ચાલતું સેક્સ રેકેટ, દેહવ્યાપારનો ધંધો કરતાં ગ્રાહક-દલાલ ઝડપાયા

 
ભાજપ નિષ્ફળ

કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધીના બણગા ફુંકતી ભાજપના આશ્ચર્ય હેઠળ વિકસી રહેલા ગુજરાતના ગેરકાયદેસર દારૂ માફિયાઓની તાકાતની તમે કલ્પના કરો કે, એક બુટલેગરે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરને પોતાની દારૂ ભરેલી ગાડીથી ઉડાવી મૃત્યુ નિપજાવી દીધું.ગુજરાતમાં છેલ્લા 32 વર્ષથી ભાજપનું રાજ છે, છતાંય ભાજપ ગુજરાતમાં દારૂબંધી કરવામાં તથા અન્ય અસામાજિક પ્રવૃતિઓ અટકાવવામાં અને ગુનાખોરીનો નિષ્ફળ નિવડયું છે,અને બૂટલેગરો દિવસેને દિવસે બેફામ બનતા જાય છે.

આશ્ચર્યજનક વિરોધ

આ તમામ ઘટનાને લઈ આજ રોજ લિંબાયત વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા આંબેડકર નગર, લિંબાયત ખાતે ગુજરાત રાજ્યના નિષ્ફળ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અર્થી ઉપર અંતિમયાત્રા કાઢી આશ્ચર્ય જનક વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ રોડ પર પણ અર્થી લઈને નીકળ્યા હતા.

આ સમાચાર શેર કરો