Video/ Surat એરપોર્ટ પર મુસાફરોને હાલાકી, Indigo ની હૈદરાબાદ ફ્લાઇટ કેન્સલ, દુબઈ ફ્લાઇટ ડીલે
સુરત એરપોર્ટ પર આજે શનિવારે 6 ડિસેમ્બરના રોજ વહેલી સવારે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિગો એરલાઇન્સની બે મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ્સમાં વિલંબ અને એક ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ
સૌપ્રથમ, ઇન્ડિગોની આજની સવારની હૈદરાબાદ જતી ફ્લાઇટ રદ (Cancel) કરી દેવામાં આવી હતી. જેના કારણે આ ફ્લાઇટના મુસાફરોને ભારે અસુવિધા થઈ હતી.
દુબઈની ફ્લાઇટમાં વિલંબ (Delay)
આ ઉપરાંત, સુરતથી દુબઈ જતી ફ્લાઇટ કે જેનો સમય સવારે 9.15 વાગ્યાનો હતો, તે પણ વિલંબિત (Delay) થઈ હતી. ફ્લાઇટના નિયત સમયે મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા હતા, પરંતુ ફ્લાઇટ ઊપડવામાં વિલંબ થતાં તેમને રાહ જોવી પડી હતી.
ફ્લાઇટ્સ કેન્સલ અને ડીલે થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા. ઘણા મુસાફરોને એરપોર્ટની અંદર રાહ જોવાની જગ્યાએ બહાર બેસવાની ફરજ પડી હતી, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આ ફ્લાઇટ્સ રદ થવા કે વિલંબિત થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

