ગુજરાતનો હચમચાવતો કિસ્સો, 16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે.મજૂરીકામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા. ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી. તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો. જેથી હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સગા દીકરા વિરુદ્ધ માતાએ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે.
પેટમાં દુઃખાવો ઉપડતાં ભાંડો ફૂટ્યો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી શ્રમજીવી દંપતી તેમના સંતાનો સાથે રહે છે. 16 વર્ષીય પુત્ર મયુર ( નામ બદલ્યું છે ) અને 13 વર્ષની પુત્રી ખુશ્બૂ ( નામ બદલ્યું છે ) પૈકી મયુર નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરે છે.જયારે ખુશ્બૂ ધો.8માં અભ્યાસ કરે છે.ગત સોમવારે સવારે ખુશ્બૂને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં ડોકટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનોગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.જોકે, દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા. ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં ખુશ્બૂએ કોઈ જવાબ આપ્યો નહોતો. બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં પણ ડોકટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું.
દીકરીનો જવાબ સાંભળી માતા-પિતા ચોંક્યા
દીકરીને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું હતું. ત્યારે ખુશ્બૂએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંકયુ હતું. ખુશ્બૂએ કહ્યું કે, ચાર પાંચ મહિના પહેલા તેઓ કામ ઉપર ગયા હતા. ઘરે તે અને ભાઈ મયુર એકલા હાજર હતા. ત્યારે મયુરે તેને કહ્યું કે, ઘરમાં મમ્મી-પપ્પા પણ નથી. ઘરમાં આપણે બંને ભાઈ-બહેન એકલા છીએ.તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે.સગા ભાઈની વાત સાંભળી ચોંકેલી ખુશ્બૂએ ના પાડતા મયુરે તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી હતી. આ અંગે માતાપિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી મયુરે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા ખુશ્બૂ ગર્ભવતી બની હતી.આ હકીકતને પગલે ખુશ્બૂની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મયુરની અટકાયત કરી છે.જયારે ખુશ્બૂને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે.
સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જોઈને શીખ્યો
ડીંડોલી પોલીસે 16 વર્ષીય મયુરની અટકાયત કરી હતી.જેમાં તેણે જણાવ્યું હતું કે માતાપિતા કામ ઉપર જતા હતા. ઘરમાં ભાઈ-બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી ઉપર સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જોતા હતા.તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેણે સગી બહેન પાસે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું.

