મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવાના ઠરાવને લઈ પાટીલે કહ્યું, કોંગ્રેસનો ગમતો વિષય છે બંધારણને તોડવું

જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ 370ની કલમ ફરીથી લાગુ કરવા માટે ઠરાવ

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવાના ઠરાવને લઈ પાટીલે કહ્યું, કોંગ્રેસનો ગમતો વિષય છે બંધારણને તોડવું

જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ 370ની કલમ ફરીથી લાગુ કરવા માટે ઠરાવ મૂકવામાં આવ્યો છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ લાલઘુમ થઈ ગયા છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, નેશનલ કોંગ્રેસ બંધારણીય નિર્ણય તોડવા માંગે છે. જે નેતા હાથમાં બંધારણ લઈને વાતો કરે છે. તે જ બંધારણના નિર્ણયને માનતા નથી. 

આ પણ વાંચોઃસુરતમાં યુથ કોંગ્રેસ આગ બબૂલા, દારૂબંધી રોકવામાં નિષ્ફળ ગૃહમંત્રી-મુખ્યમંત્રીના ફોટો સાથેની કાઢી અર્થી

કોંગ્રેસના અસલી ચહેરો સામે આવ્યો

ત્રાસવાદી હુમલામાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર વિકાસના કામો કરવાનાં બદલે બંધારણીય લેવાયેલો નિર્ણય તોડવાનો પ્રયાસો કરે છે. કોંગ્રેસ તેમને સપોટ કરે છે. કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે. જે 370ની કલમ હટાવવામાં આવી છે, જેને સુપ્રીમ કોર્ટે કાયદાકીય રીતે યોગ્ય ગણાવી છે. તેને કોઈ ફરીથી લાવી શકશે નહિ, એ હું કહેવા માંગીશ.

બંધારણ તોડવાનું કામ

પાટીલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370નો ઠરાવ મૂકવામાં અવ્યો છે. તે અંગે કહેવા માગીશ નેશનલ કોંગ્રેસે પહેલી વાર બંધારણ મૂજબ શપથ લીધા છે. પરંતુ સંસદમાં જે બંધારણના આધારે જે નિર્ણય લેવાયો તેણે રદ્દ કરવામા માંગે છે. 370 હટાવવાથી કાશ્મીરના લોકોને પણ લાગે છે કે, તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. કોંગ્રેસના નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે, તો નેશનલ કોંગ્રેસને કલમ 370 મુદ્દે સમર્થન શા માટે કરી રહી છે. કોંગ્રેસ બંધારણને તોડવાનું કામ હંમેશાથી કરતી આવી છે. 

આ સમાચાર શેર કરો