મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જનસેવાના નામે જોલા છાપનો વેપલો ન ચાલ્યો, વિવાદના 5માં દિવસે હોસ્પિટલને મરાયા તાળાં

સુરતમાં જનસેવાના નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટરો અ

સુરતમાં જનસેવાના નામે જોલા છાપનો વેપલો ન ચાલ્યો, વિવાદના 5માં દિવસે હોસ્પિટલને મરાયા તાળાં

સુરતમાં જનસેવાના નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી. જો કે, ભારે વિવાદ ઉભો થયો હતો. વિવાદના 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી હતી. આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે.

આ પણ વાંચોઃકેનેડાના વિઝાની લાલચ બે યુવતીને પડી ભારે, બિલ્ડર મારફતે સંપર્કમાં આવીને આ રીતે ગુમાવ્યા લાખો..

અધિકારીઓને સંચાલકે જોવડાવી રાહ

સીલની કામગીરી વખતે હોસ્પિટલની બહાર સંચાલકને પણ બોલાવવામાં આવ્યો હતો. જ્યાં કલાક સુધી અધિકારીઓએ સંચાલકની રાહ જોઈ હતી. જોકે, તે હાજર થયો નહીં. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, આ હોસ્પિટલ માટે કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું, તેમજ અધિકારીઓને કોઈપણ પ્રકારની લેખિત જાણ કરવામાં આવી નહોતી કે હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે.

રેન્ટ એગ્રીમેન્ટ કરાયું હતું

બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા, રાજારામ દુબે અને ડો. જી.પી. મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે, અગાઉ બે નકલી ડોકટરોની ધરપકડ થઈ ચૂકી છે તેમછતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા.હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો. બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રિમેન્ટ કર્યું હતું.

આ સમાચાર શેર કરો