મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારત સરકાર બાંગ્લાદેશ મુદ્દે ક્યારે લાલ આંખ કરે છે તેની રાહ જોઈએ છીએ- પ્રવિણ તોગડિયા

સુરત ખાતે હિન્દુ નેતા ડૉ. પ્રવીણ તોગડિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પત્રકાર પરિષદ યો

ભારત સરકાર બાંગ્લાદેશ મુદ્દે ક્યારે લાલ આંખ કરે છે તેની રાહ જોઈએ છીએ- પ્રવિણ તોગડિયા

સુરત ખાતે હિન્દુ નેતા ડૉ. પ્રવીણ તોગડિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. અહિં તેમણે પ્રયાગરાજ મહાકુંભ અંગે થનારી કામગીરીની વાત કરી હતી. સાથે જ રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો હોવાથી ગામડે ગામડે હવે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેમ કહ્યું હતું. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના દમન પર તેમણે કહ્યું કે, ભારત સરકારે અગાઉ લાલ આંખ કરી તો બાંગ્લાદેશ બન્યું હતું. હવે સરકાર ફરી લાલ આંખ કરીને શું કરે છે તેની રાહ જોઈએ છીએ. 

આ પણ વાંચોઃ સુરતની AMNS કંપનીમાં દુર્ઘટનાથી 4 મોતથી તંત્રની લાલ આંખ, પ્લાન્ટને અપાઈ ક્લોઝર નોટિસ

કુંભ મેળા વિષે વિગતો આપી

પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, હિન્દુ હિ આગે રહેગા એવું અભિયાન ચલાવવામાં આવશે. કુંભમાં તીર્થ યાત્રીઓ માટે મોટા પ્રમાણમાં સેવાની વ્યવસ્થા કરાઈ છે. 15 જગ્યાએ રસોડા ચલાવવામા આવશે. તીર્થયાત્રીઓને જમાડવામાં આવશે. યાત્રીઓને એક લાખ ધાબળા આપવામાં આવશે. 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ ઊભા કરાશે. 100 જગ્યા પીવાના પાણીની વ્યવસ્થા બજરંગ દળે કરી છે. તમામ મંદિરના વિવાદ અંગે કહ્યું કે, બધા જ સંતો હિન્દુ સમાજને આગળ લઈ જવાનું કામ કરશે. આગળ જતા હિન્દુ સમાજને સાથે લઈને ચાલશે એવો વિશ્વાસ મને છે. લોકો ચતુર છે. બુદ્ધિમાન છે. રસ્તો શોધી લેશે.

ઝંડા-દંડાની મદદ લઈશું
 
પહેલા પણ હિન્દુઓની વચ્ચે જ હતો હું અને હિન્દુઓ મારી સાથે હતા. હવે હું તમામ સાથે કામ કરીશ. બધાની શક્તિ કામ આવે એવો પ્રયાસ કરીશું. પહેલા રામ મંદિર નો સંકલ્પ હતો હવે શહેરો, ગામોમાં હનુમાન ચાલીસા ચલાવવા પ્રયાસ કરીશું. રોજગારી સેવા સમૃદ્ધિમાં મદદ કરવાનો લક્ષ્ય છે. હિન્દુઓની બહુમત જળવાઇ રહેશે. જરૂર પડે તો કાયદાની મદદ અને ઝંડાની અને દંડાની પણ મદદ લઈશું. અનેક સંસ્થાઓ સાથે સ્નેહ સંબંધ રાખી હિન્દુ સમાજને આગળ લઈ જઈશું.

બાંગ્લાદેશ પર લાલ આંખ થવાની રાહ

ભારતે એક વખત આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થયા હતા. હવે બાંગ્લાદેશ જોશે કે તેમના પણ ટુકડા થશે. સરકારના નેતા પણ લાલ આંખ કરશે. અમિત શાહ ,નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ પણ લાલ આંખ કરશે. મારી લાલ આંખ થશે તો એમની પણ થશે જેવો દાવો પ્રવીણ તોગડિયા કરતાં કહ્યું કે, બાંગ્લાદેશની સ્થિતિમાં સરકાર લાલ આંખ બતાવશે તેની રાહ જોઈશું. ઝડપથી કામ થશે તેવો આશાવાદ છે.

આ સમાચાર શેર કરો