Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : fear of the police is no longer among the corrupt elements!

લુખ્ખા તત્ત્વોમાં નથી રહ્યો પોલીસનો ડર! સુરતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી બાઈક પર બે ફરાર

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2024
લાઇવ ટીવીGoogle News
લુખ્ખા તત્ત્વોમાં નથી રહ્યો પોલીસનો ડર! સુરતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી બાઈક પર બે ફરાર

ગુજરાતમાં અસામાજિક તત્ત્વો બેફામ બનેલા છે. દરરોજ હત્યા, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટના બની છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. બાઈક પર આવેલા અજાણ્યા બે શખસો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ 90 વર્ષના વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનારનો ભાંડો ફૂટ્યો, દેશભરમાં છેતરપિંડી કરનાર આ રીતે પકડાયા

સીસીટીવીના આધારે તપાસ

મળતી માહિતી મુજબ, આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઈક પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસને સ્થળ પરથી એક ગોળી મળી આવી હતી, જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરી છે. શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક પર આવ્યા હતા

રાહુલ પવારે કહ્યું કે, મારા મોટા ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પેલન્ડર બાઇક પર બે જણા આવ્યા હતા. બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી. પછી અચાનક તેણે ફાયરિંગ કર્યુ હતું. અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કરી હતી. પહેલા ગોળી ઝાડ પર વાગી પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી હતી.અમારી કોઈ સાથે દુશ્મની નથી. હવે આરોપી પકડાય ત્યારે ખબર પડશે.