સુરતમાં દુકાનની આડમાં ધમધમતું કૂટણખાનું, દેહ વ્યાપાર કરતી 7 લલનાઓ સહિત 3 ગ્રાહકો પકડાયાં

સુરતના વરાછા વિસ્તારમાંથી ફરી એક વાર કૂટણખાનું ઝડપાયું છે. દુકાનની આડમાં ચાલતાં દેહવ્પાયારના ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને સમગ્ર ગેરપ્રવૃતિ ઝડપી પાડી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવી હતી. પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
7 મહિલા ઝડપાઈ
પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર તથા 36,500ના 4 મોબાઈલ ફોન, તેમજ લાઈટ બીલ મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતાં. જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુકત કરાવી છે. પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે દુકાનમાં રેડ કરી
પોલીસને બાતમી મળી હતી કે, યોગીચોકમાં આવેલી શુભમ રેસીડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નં.110 અને 111માં રેડ કરી હતી. રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારૂન દેય અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી.
પોલીસે ચાર લોકોને ઝડપી પાડ્યા

