મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોકળગતિએ ચાલતી સુરત રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટની કામગીરી, પ્લેટફોર્મ નંબર 4 બે મુદ્દત વિતવા છતા બંધ

સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્

ગોકળગતિએ ચાલતી સુરત રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટની કામગીરી, પ્લેટફોર્મ નંબર 4 બે મુદ્દત વિતવા છતા બંધ

સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર ચાર મુસાફરોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલા 90 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બે વખત મુદત વધારવામાં આવી હતી. પરંતુ આ મુદત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં. વરસાદને પગલે અવાર- નવાર કામગીરી ખોરંભે ચઢી હતી. બીજી વખત મુદત વધારો 30મી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો. 

પ્લેટફોર્મ હજુ બંધ રહેશે

રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે. પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે. 30મી સપ્ટેબર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટર બાંહેધરી આપી હતી, પરંતુ બે બે વખત મુદત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતાં હવે અચોક્કસ મુદત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે.

દિવાળી પહેલ પ્લેટફોર્મ શરૂ થાય તે જરૂરી

હવે 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી નહીં થતાં કંપનીએ ત્રીજી વખત મુદત વધારો માંગ્યો હતો. પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. હવે અચોક્કસ મુદત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર ચાર બંધ રહેશે તેની જાહેરાત કરી છે. હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવતી હતી, તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે. દિવાળીને હવે એક મહિનો બાકી હોવાથી એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે. તેથી પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે.

આ સમાચાર શેર કરો