મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ઘરમાં ગેસ સિલિન્ડર સાથે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા સહિત પરિવારનું કરાયું રેસ્ક્યૂ

સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે અમરોલી વિસ્તારમ

સુરત/ ઘરમાં ગેસ સિલિન્ડર સાથે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા સહિત પરિવારનું કરાયું રેસ્ક્યૂ

સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે અમરોલી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે આપઘાત કરવાનો નિર્ણય મહિલાએ કર્યો હતો. જેથી મહિલાએ ગેસની બોટલ સાથે આપઘાત કરતાં અગાઉ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. બાદમાં મહિલા સાથે સમજાવટથી કામ લઈને તેણીની સાથે પરિવારના 3 સભ્યોને બચાવી લેવામાં સફળતા મળી હતી.

મહિલાને સમજાવવામાં સફળતા મળી

અમરોલી વિસ્તારમાં આવેલી રેસિડેન્સીમાં મહિલાએ ગેસ સિલિન્ડરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પડોશીઓ એકઠા થઈ ગયા હતાં. પોલીસને અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘરમાં 45 વર્ષની મહિલા તેની પુત્રી સહિતના ત્રણ વ્યક્તિ હાજર હતાં. તેમના જીવને જોખમ હતું. જેથી મહિલાને સમજાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. જેથી દરવાજો ખોલીને તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.

કાઉન્સેલિંગ કરાયું

ફાયરબ્રિગેડના ઓફિસર હરેશ ભગવાકરે કહ્યું કે, મહિલાનો પતિ ક્યાંય ચાલ્યો હતો. જેને લઈને મહિલા આવેશમાં આવી ગઈ હતી. બાદમાં તેણીએ જીવન ટૂંકાવી લેવા માટે આ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડે રેસ્ક્યું કર્યુ હતું. ગેસની બોટલ સુરક્ષિત સ્થળે મૂકી હતી. બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો