મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નોઈડાથી ઓનલાઈન ગેમિંગના નાણા લેવા આવેલાને ગોંધી ખંડણી મગાઈ, ચાર ઝડપાયા

ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ યુવાનોમાં ભારે વધ્યો છે. ત્યારે આ ગેમિંગમાં હારજીતના ખેલ પણ રમાતા હોય છે. જે

સુરતમાં નોઈડાથી ઓનલાઈન ગેમિંગના નાણા લેવા આવેલાને ગોંધી ખંડણી મગાઈ, ચાર ઝડપાયા

ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ યુવાનોમાં ભારે વધ્યો છે. ત્યારે આ ગેમિંગમાં હારજીતના ખેલ પણ રમાતા હોય છે. જેમાં નોઈડાથી બે વ્યક્તિ સુરતમાં ઓનલાઈન ગેમિંગના નાણા લેવા માટે આવ્યાં હતાં. ત્યારે આ બન્નેને પુણા વિસ્તારમાં ગોંધી રખાયા હતાં. યુવાનોને ગોંધીને તેમના પરિવાર પાસેથી 3 લાખની ખંડણી મગાઈ હતી. જેથી પોલીસે ફરિયાદી બનીને આરોપી પાસે પહોંચી હતી. જો કે, ત્યાં સુધીમાં ગંધ આવી જતાં અપહૃતને મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં. બાદમાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

સંબંધીએ પોલીસને જાણ કરી

આરોપીઓએ નોઈડાના 3 યુવકો પાસેથી ખંડણી માંગી ત્રણ લાખ ઓનલાઈન પડાવ્યા હતાં. જેથી નોઈડાથી માસિયાઈ ભાઈએ કંટ્રોલને જાણ કરી હતી. લોકેશન પુણા પોલીસનું બતાવતા કંટ્રોલ રૂમમાંથી પુણા પોલીસને જાણ કરાઈ હતી. જેથી આરોપીઓને પોલીસ તપાસની જાણ થતા બન્નેને છોડી મુક્યા હતાં. 

અપહૃત દિલ્હી પહોંચી ગયા

ટેક્નિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે ચારને ઝડપી પાડયા હતાં. પોલીસે ખંડણીના ત્રણ લાખ રિકવર કર્યા હતાં. સમગ્ર મામલે પોલીસે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, જેમના અપહરણ થયાં હતાં તે સચિન તોમર અને લોકેશ નામના બે યુવકો દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં તેમના ફોન પણ બંધ આવતાં હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો