ડુપ્લિકેટ ડેપ્યુટી ક્લેક્ટરનું વધુ એક ભોપાળું ખુલ્યું, સુરત પાલિકામાં નોકરીના બ્હાને પડાવ્યા 1.40 લાખ
સુરતના રિંગ રોડ પર જવેલરીના વેપારી સાથે રૂપિયા 12 લાખથી વધુની ઠગાઈ કરી હતી. ઠગાઈ કરનાર ડુ

સુરતના રિંગ રોડ પર જવેલરીના વેપારી સાથે રૂપિયા 12 લાખથી વધુની ઠગાઈ કરી હતી. ઠગાઈ કરનાર ડુપ્લિકેટ નાયક કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા હતાં. ત્યારબાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડુપ્લિકેટ ડુપ્લિકેટ કલેકટર સામે અને તેના મળતીયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બ્હાને બે વ્યક્તિ પાસેથી રૂપિયા 1.40 લાખ પડાવી લીધા હતા. ડુપ્લિકેટ કાગળો પણ બનાવી આપ્યા હતા. જેથી પોલીસે ઠગબાજ ડુપ્લિકેટ ડુપ્લિકેટ કલેકટર સહિત બે સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોકરીના નામે છેતરપિંડી
ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપનારી બંટી બબલીની આ જોડીએ જ્વેલર્સ સાથે ઠગાઈ આચર્યા બાદ ઝડપાઈ ગઈ છે. ત્યારે આ ઠગ જોડીના એક પછી એક કાંડ ખુલી રહ્યા છે. સલામતપુરાના રૂસ્તમપુરામાં રહેતા અહેમદ ખાન પઠાણે ડુપ્લિકેટ ડેપ્યુટી કલેકટર હેતલકુમારી અને તેની સાથેના ઈસમ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ કહ્યું કે, ડેપ્યુટી કલેકટર તરીકે ઓળખ આપનાર હેતલકુમારીએ તેઓને સુરત મહાનગર પાલિકાના અલગ અલગ વિભાગમાં નોકરી અપાવીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી તથા તેઓની સાળી જાકેરાબીબીનાઓને સુપરવાઇઝર તથા પટાવાળાની નોકરી અપાવવાના બહાને બંને પાસેથી 70-70 હજાર મળી કુલ રૂપિયા ૧.૪૦ લાખ પડાવ્યા હતા.
કાગળ બતાવી વિશ્વાસમાં લીધા
વિશ્વાસ અપાવવા ખોટા લેખનવાળુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરનું સંમત્તીપત્ર ઉપર સહી લીધી હતી. પછી ત્રણેક મહીના બાદ બનાવટી તથા ખોટા લેખન વાળા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના વાળા ટ્રેનીંગ લેટર, જેની ઉપર ખોટા બનાવટી તથા ખોટા લેખનવાળા સુરત મહાનગર પાલીકા, મુગલીસરાના હોદો તથા તેની ઉપર સુરત કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના ખોટા બનાવટી રાઉન્ડ સીક્કાવાળા કાગળ ઉપર સહી કરાવી હતી. જેથી તેઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.








