મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ નશાની હાલતમાં કારને બેફામ ચલાવી ચાલકે પાંચને લીધા અડેફેટે, વૃદ્ધ મહિલાનું મોત-બાળકની હાલત કટોકટ 

સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે સરથાણા વિસ્તારમાં એક કાર ચાલકે નશાની હાલતમાં પૂ

સુરત/ નશાની હાલતમાં કારને બેફામ ચલાવી ચાલકે પાંચને લીધા અડેફેટે, વૃદ્ધ મહિલાનું મોત-બાળકની હાલત કટોકટ 

સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે સરથાણા વિસ્તારમાં એક કાર ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચલાવીને પાંચ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે જ બાઈક ચાલક સહિતના લોકોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. હાલ અકસ્માત સર્જનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું

સરથાણા વિસ્તારમાં કાર ચાલાક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. બેફામ રીતે કાર ચલાવી 5 લોકોને ઉડાવ્યા હતાં. ઘટનામાં એક મહિલા વૃદ્ધનું મોત થયું હતું. સાથે જ 8 વર્ષના બાળક ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ તાત્કાલિક દોડી આવેલા લોકોએ અકસ્માત સર્જનાર જીતેન્દ્ર માલવિયાને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો. પ્રાથમિક તબક્કે નશાની હાલતમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.

અકસ્માતના દ્રશ્યો સામે તરવરે છે-ઈજાગ્રસ્ત

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકે કહ્યું કે, સરથાણાથી વ્રજચોક તરફ જતો હતો. વેન્ટો ફોર વ્હીલ ગાડીએ મારી બાઈકને ટક્કર મારી હતી. જેથી હું 10 ફૂટ ફેંકાઈ ગયો હતો. હું પડી ગયો હતો. પછી બાળકને અડફેટે લીધો હતો. માજીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મારી બાઈકને નુકસાન થયું છે. મને પણ કમર સહિતના ભાગે મૂંઢ માર વાગ્યો છે. આ ઘટના એટલી ખરાબ હતી કે હજુ પણ મારી નજર સામે તરવરી રહી છે.

આ સમાચાર શેર કરો