મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રક્ષાબંધને પરંપરાગત મીઠાઈની આવી નવી વેરાઈટી, સંગમ કતરી આકર્ષણનું કેન્દ્ર

ભાઈ બહેનના પવિત્ર સંબંધને વ્યક્ત કરવાના પર્વ રક્ષાબંધનની ઉજવણી મીઠાઈ વગર શક્ય નથી. ત્યારે રક્ષાબંધ

સુરતમાં રક્ષાબંધને પરંપરાગત મીઠાઈની આવી નવી વેરાઈટી, સંગમ કતરી આકર્ષણનું કેન્દ્ર

ભાઈ બહેનના પવિત્ર સંબંધને વ્યક્ત કરવાના પર્વ રક્ષાબંધનની ઉજવણી મીઠાઈ વગર શક્ય નથી. ત્યારે રક્ષાબંધનના પર્વ પર સુરતમાં અવનવી મીઠાઈઓ બની રહી છે. સ્વાદ શોખીન સુરતીઓ દ્વારા આ વખતે કાજુ સહિત સંગમ કતરી મીઠાઈ આકર્ષણનું કેન્દ્ર બની છે.

મીઠાઈ સંબંધોમાં લાવે છે મીઠાશ

સુરતને જમણ માટે ઓળખવામાં આવે છે. ત્યારે સુરતમાં એસ મોતીરામ સ્વીટ અને સુરતી ખાજામાંથી દર વર્ષે કાજુ સહિતની અવનવી મીઠાઈઓ બનાવતા હોય છે. ત્યારે આ વખતે સંગમ કતરી સુરતીઓમાં ફેવરિટ બની રહી છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધમાં મીઠાઈ વધું મીઠાશ લાવે છે.

કેસર, કાજુ અને અંજીરનો સંગમ

એસ મોતીરામ અને સુરતી ખાજામાંથી હિમાંશુ સુખડિયાએ કહ્યું કે, આ વખતે કાજુમાંથી પણ નવીન આઈટમ બની છે. સાથે સંગમ કતરી તથા અન્ય મીઠાઈ જેવી કે, અંજીરમાંથી પણ બનાવવામાં આવી છે. જેમાં કેસર, કાજુ અને અંજીરનો ત્રણ પ્રકારનું લેયર રહે છે. આ વખતે મીઠાઈઓમાં કાજુની મીઠાઈમાં જ થોડો એવો ભાવ વધારો થયો છે. બાકી બધી જ મીઠાઈ એ જ ભાવમાં વેચાણ કરવામાં આવી રહી છે. અને લોકોનો રિસ્પોન્સ પણ સારો છે.

આ સમાચાર શેર કરો