લોકોના જીવને જોખમમાં મૂકતો સ્ટન્ટબાજ, સુરતમાં સૂતા સૂતા ખુલ્લા હાથે બાઈક ચલાવનારે પોલીસ સામે પકડ્યા કાન
દિવાળીની રજાઓમાં જાણે નબીરાઓ બેફામ બન્યા હોય તેવા દૃશ્યો રસ્તા પર જોવા મળી રહ્યાં છે. લોકોના જીવ

દિવાળીની રજાઓમાં જાણે નબીરાઓ બેફામ બન્યા હોય તેવા દૃશ્યો રસ્તા પર જોવા મળી રહ્યાં છે. લોકોના જીવને જોખમમાં મૂકીને સુરતના રસ્તાઓ પર એક યુવક સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો. બેફામપણે બાઈક ચલાવતો યુવક બન્ને હાથ માથા સાથે બાંધીને સૂઈ જઈને જાહેર રોડ પર બાઈક ચલાવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: ઓલપાડની કાંઠા શુગરને ડુબાડનારા સામે કાર્યવાહી, પ્રમુખ- ઉપપ્રમુખ સહિત 21ને ફટકારાઈ નોટિસ
કાન પકડી માગી માફી
સોશિયલ મીડીયામાં સુરત એરપોર્ટ મેઇન રોડ ગવીયર ગામ તરફ જતા જાહેર રોડ પર એક ચાલક ગફલત રીતે છૂટા હાથે હંકારી મોટર સાયકલ ચાલક સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ બાઈકચાલકને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, કાર્યવાહી સાથે પોલીસે કાન પકડી માફી મંગાવી હતી.
આભવાનો યુવક ઝડપાયો
સ્ટન્ટ કરનાર 26 વર્ષીય અંકુર લક્ષ્મણ જાદવની અટકાયત કરી બાઈક ડીટેઈન કરી હતી. યુવક ડ્રાઇવિંગ કરે છે. આભવા ગામનો રહેવાસી છે. ડુમસ પોલીસે જાતે ફરિયાદી બની અટકાયત કરી, ગાડી ડિટેઇન કરી છે. વાઈરલ વીડિયોમાં લક્ષમણ રાત્રીના સમયે જીવના જોખમે સ્ટંટ કરતા નજરે પડ્યો હતો.








