રાજકોટ : લોધીકાના મોટાવડા શાળાના વિદ્યાર્થીએ વીડિયો બનાવી કર્યો આપઘાત, શિક્ષક પર કર્યા ગંભીર આક્ષેપ
રાજકોટ : લોધીકા તાલુકામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ

રાજકોટ : લોધીકા તાલુકામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વીડિયો બનાવી આપઘાત કર્યો છે.
મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરું નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગળે ફાંસો લગાવી ધ્રુવિલ ભરતભાઈ વરું નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ 2 પાનની સુસાઇડ નોટ પણ લખી હોવાનું બહાર આવ્યું છે. વિદ્યાર્થીએ આપઘાત પહેલા સેલ્ફી વીડિયો બનાવી શિક્ષક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
મોટાવાડા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરુએ આત્મહત્યા કર્યા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી અને સ્યુસાઇડ નોટને હાથમાં રાખીને છેલ્લો વીડિયો બનાવ્યો હતો.
સ્યુસાઇડ નોટમાં તેણે શું લખ્યું :
“આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા
મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તોઈ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું.
મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે.
જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં ન નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.
મમ્મી મારા ભાઈબંધ ઝાલા ધ્રુવ અને અક્ષયરાજ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે. સાહિલ, રામ આ બધા મારા મિત્રો તેમણે મારો સાથ આપ્યો. પેલા પણ તેણે આવું કર્યું હતું માટે તું તેને મમ્મી …
આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર …બધા ખુશ રહેજો.
તારો દિકરો ધ્રુવિલ
મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.”








