મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના સૌથી ઊંચા 65 ફૂટના રાવણના પૂતળાનું સુરતમાં કરાશે દહન, યુપીના મુસ્લિમ કારીગરોએ કર્યુ છે નિર્માણ

આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું સુરતમાં દહન કરવામાં આવશે.

રાજ્યના સૌથી ઊંચા 65 ફૂટના રાવણના પૂતળાનું સુરતમાં કરાશે દહન, યુપીના મુસ્લિમ કારીગરોએ કર્યુ છે નિર્માણ

આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું સુરતમાં દહન કરવામાં આવશે. સુરતમાં આ વર્ષે રાવણનું 65 ફૂટ ઊંચું પૂતળું બનાવવામાં આવ્યું છે, જેનું દશેરાની સાંજે રામલીલા મેદાનમાં દહન કરાશે. રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે.

આતશબાજી થશે

સુતળી બૉમ્બ, કોઠી સહિત આતશબાજી દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે.

યુપીના મુસ્લિમ કારીગરોએ કર્યુ છે નિર્માણ

 પાછલાં ઘણાં વર્ષોથી સુરતમાં રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાવણના પૂતળાના નિર્માણ માટે સ્પેશ્યિલી યુપીથી મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવે છે. અનેક દિવસોની મહેનતના અંતે આ કારીગરો રાવણનું આકર્ષક, ઊંચું પૂતળું બનાવે છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિઓ મુજબ રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે. આ આકર્ષક નજારો જોવા સુરતીઓ મોટી સંખ્યામાં રામલીલા મેદાનમાં ભેગા થાય છે.

આ સમાચાર શેર કરો