મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફરીવાર સ્ટેટ વિજિલન્સનો સપાટો, પુણામાં ચાલતા દારૂના અડ્ડા પરથી ઝડપી આટલી બોટલ

ગુજરાત સહિત સુરતમાં દારૂબંધી છે. તેમ છતાં પોલીસની રહેમનજર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. ત્ય

સુરતમાં ફરીવાર સ્ટેટ વિજિલન્સનો સપાટો, પુણામાં ચાલતા દારૂના અડ્ડા પરથી ઝડપી આટલી બોટલ

ગુજરાત સહિત સુરતમાં દારૂબંધી છે. તેમ છતાં પોલીસની રહેમનજર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. ત્યારે આ દારૂના અડ્ડાઓનો પર્દાફાશ કરવા માટે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતાં હોય છે. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ફરી એકવાર દરોડા પાડીને બે વ્યક્તિને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

294 બોટલ દારૂ પકડાયો

પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. પીર ફળિયામાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. પુણા પોલીસ ઊંઘતી રહી અને SMC ટીમે રેડ કરી દારૂ ઝડપી પાડ્યો હતો. SMCએ 5920ની કિંમતનો 294 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

સપ્લાયર,સેલર વોન્ટેડ

પીર ફળિયામાં દારૂના અડ્ડા પરથી 3 ઈસમોને ઝડપી પાડયા હતાં. Smcએ રેડ કરી દારૂનો સપ્લાયર અને દારૂ વહેંચનારાને વોન્ટેડ જાહેર કર્યા છે. SMCએ કુલ 1.48 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી કબ્જે કરી પુણા પોલીસને સોંપ્યા છે. અગાઉ દારૂના કે જુગારના હાટડા ઝડપાતા ત્યારે કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે આ વખતે સ્થાનિક પોલીસના કયા માથા પર કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું..

આ સમાચાર શેર કરો