મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લ્યો બોલો, હવે ઓલપાડમાં ખેતરોમાંથી તસ્કરો કરે છે ઉભા ડાંગરની ચોરી, ખામણી કાપી જવાતા ખેડૂતો ચિંતિત

ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઉભા ડાંગર

લ્યો બોલો, હવે ઓલપાડમાં ખેતરોમાંથી તસ્કરો કરે છે ઉભા ડાંગરની ચોરી, ખામણી કાપી જવાતા ખેડૂતો ચિંતિત

ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઉભા ડાંગરના તૈયાર પાકની ૭૦ થી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસ કર્યું હતું. જેથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે.જયારે થોડા દિવસ પહેલા પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈક અસામાજિક તત્વો અમુક ભાગ કાપીને લઈ ગયા હતાં. પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરીયાદ કરવાનું ટાળતા આ તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. જેનો ખેડૂતો ભોગ બની રહ્યા છે.

પાકમાં બેસી રહી છે કંઠી

હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ-કરંજ રોડને અડીને સોંદલાખારા દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વિંઘાનું ખેતર આવેલું છે.આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાથી શરૂઆત થઈ છે. જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાંપણીની રાહ જોઈ રહ્યો હતો.ગત રવિવાર,તા.૨૯ ના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી.

ખેડૂતોએ કરી માગ

શનિવારની રાત્રીના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘુસી જઈ વચ્ચેના ભાગમાંથી ૭૦ થી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે.જેથી તેમના મુખે આવેલો કોળિયો છીનવાતા તેમણે રોડ ઉપર આવેલ સોંદલાખારા દૂધ મંડળીના ગોડાઉન ઉપર લગાવેલ સીસી ટીવી કેમેરાની ફૂટેજનો રેકર્ડ ચેક કર્યો હતો.પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફ્ળતા મળી હતી. જેથી વિપુલભાઈએ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી આ મામલે પોલીસ ફરીયાદ અરજી આપી છે. જયારે ડાંગર પકવતાં ખેડૂતોએ માંગ કરી છે કે, આ મામલે પોલીસ ગુનો નોંઘી નુકસાન કરતાં શખ્સને ઝડપી ખેડૂતોને નુકસાનીમાંથી બચાવે તેવી માગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો