Ahmedabad news: ટાફ ગૃપ દ્વારા યોજાયો સ્ટેન્ડ અપ કોમેડી 'ફટાફટી'નો શો, જાણીતા કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
અમદાવાદના સિંધુભવન સ્થિત ટી-પોસ્ટ એમ્

અમદાવાદના સિંધુભવન સ્થિત ટી-પોસ્ટ એમ્ફીથિયેટરમાં ટાફ ગ્રુપ દ્વારા સ્ટેન્ડ-અપ કોમેડી શો 'ફટાફટી' યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન મંગળવારની રાત્રે 8 કલાકે કરવામાં આવ્યું હતું. ફટાફટીમાં જાણીતાં હાસ્ય લેખક/ હાસ્ય કલાકારોએ પોતાની કલાને રજૂ કરી હતી. હાજર આમંત્રિત મહેમાનો, લોકોએ સ્ટેન્ડ અપ કલાકારોની કલાને માણી અને બિરદાવી હતી.
કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સાહિત્ય જગતના જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યા
આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સાહિત્ય જગતના જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા.જેમકે ઈશા કંસારા, મિત્ર ગઢવી, જીતેન્દ્ર ઠક્કર, દીપ વૈદ્ય,તત્સત મુનશી, લેખક તુષાર દવે, મકરંદ શુક્લ સહિતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
મંચ સંચાલનનું જાણીતા કવિ તાહા મન્સૂરીએ નિભાવ્યું
કાર્યક્રમના હાસ્ય રસને વધુ ખીલવવા માટે સૃજલ દોશી, સુનિલ કુમાર, કમલેશ દરજી અને સૂરજ બરાલીયા જેવા જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન્સે રમુજી પર્ફોર્મન્સ આપ્યાં હતા. મંચ સંચાલનનું જાણીતા કવિ તાહા મન્સૂરીએ નિભાવ્યું હતું.
તાહા મન્સૂરીની અનોખી છટા દર્શકોના હ્રદયમાં ઊતરી ગઈ હતી. આ કાર્યક્રમનું આયોજન ટાફ ગ્રુપ ના એડમિન તન્મય શેઠની આગેવાનીમાં યોજાયું હતું. ૩૦૦ કરતાં પણ વધારે દર્શકો હાજર રહ્યાં હતાં.
ટાફ ગૃપમાં ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે આ પહેલા ટાફ ગૃપે સાહિત્યના ગીત ગઝલના પણ બે મોટા પ્રોગ્રામ મોજ રે અને મેઘા રે જેવા કાર્યક્રમ યોજ્યા હતા. સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે.
ટાફ ગૃપે 40થી વધુ ઈવેન્ટ કરી
ટાફ ગૃપ દ્વારા ઘણી ફૂડ મીટ પણ યોજવામાં આવી છે. આ ફૂડ મીટમાં ટાફ મિત્રો મોટી સંખ્યામાં સામેલ થયા છે. અત્યાર સુધી ટાફ ગૃપે 40થી પણ વધુ ઇવેન્ટ યોજી છે. તો આ ઈવેન્ટમાં ટાફના પણ સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવી છે. જેમાં ગૃપના જ અલગ અલગ સભ્યો જવાબદારી ઊઠાવીને સભ્યો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરતા હોય છે. ટાફ ગૃપ સતત ઈવેન્ટ કરતું રહેતું હોય છે.








