સુરતમાં STના ડ્રાઈવર સાથે દાદાગીરી કરવી પડી ભારે, બે મહિલા સહિત 3ને ગણવા પડ્યા જેલના સળિયા
સુરતમાં થોડા દિવસો અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ અને બે મહિલાઓ વચ્ચે મા

સુરતમાં થોડા દિવસો અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ અને બે મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બે મહિલાઓએ તમાશો ઉભો કરીને ડ્રાઈવરને તમાચા ઝીંકી દીધા હતાં. જેથી એસટી બસના ડ્રાઈવર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે કાર્યવાહી કરીને બે મહિલાઓ સહિત કુલ 3ની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં પતંગ ઉડાવતા બાળકનું કરંટ લાગતા મોત
મહિલાએ ફોન કરી બોલાવ્યા હતાં
અડાજણ ST બસ ડ્રાઈવર સાથે મારમારી કરવામાં આવી હતી. મહિલાએ માથાકૂટ કરીને પોતાના મળતિયાને ફોન કરી બોલાવ્યા હતાં. જાહેરમાં બસ ડ્રાઇવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. કારણ કે, ST બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે ફરજ રુકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી. બાદમાં પોલીસે બે મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
ત્રણેયને ઝડપી લેવાયા
બે દિવસ પહેલા ST બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી.ST બસ ડ્રાયવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી જાહેરમાં તમાચા માર્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલા ST બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી.અડાજણ પોલીસે ડ્રાઇવરનો માર મારનાર મીનાક્ષી બેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલ ભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે.








