મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારે વરસાદમાં નવસારીના છાપરા ગામે ST બસ રોડ નીચે ઉતરી કાદવમાં ખૂંપી, પેસેન્જરોને અન્ય બસમાં કરાયા શિફ્ટ

ભારે વરસાદથી રોડ ધોવાઈ ગયા છે. તો જમીન પોચી પડી ગઈ છે. ત્યારે નવસારી એસટી ડેપોથી જ

ભારે વરસાદમાં નવસારીના છાપરા ગામે ST બસ રોડ નીચે ઉતરી કાદવમાં ખૂંપી, પેસેન્જરોને અન્ય બસમાં કરાયા શિફ્ટ

ભારે વરસાદથી રોડ ધોવાઈ ગયા છે. તો જમીન પોચી પડી ગઈ છે. ત્યારે નવસારી એસટી ડેપોથી જલાલપોરના કૃષ્ણપુર ગામ જતી એસટી બસ છાપરા ગામ નજીક રોડના કિનારે કાદવમાં ખૂંપી ગઈ હતી. જેને કારણે બસના આગળના ભાગને થોડું નુકસાન થવા પામ્યું છે. બસમાં સવાર થયેલા પેસેન્જરો માટે અન્ય બસ બોલાવી તેમાં કૃષ્ણપુર તરફ રવાના કર્યા હતા. 

જમીનમાં ટાયર ખૂંપી ગયુ

નવસારીથી છાપરા રોડ જતા મુખ્ય માર્ગ રાહદારીઓથી જ ધમધમતો હોય છે. એસટી બસ ડેપો થી નીકળેલી બસ 10 પેસેન્જરને ભરીને કૃષ્ણપુર ગામ તરફ જઈ રહી હતી. તે દરમિયાન વરસાદને કારણે રોડ રોડની બાજુમાં આવેલી જમીનમાં બસના આગળના ટાયર ખૂંપી ગયા હતા. 

ડ્રાઈવરે ઘણા પ્રયત્નો કરેલા

ફસાયેલી બસ જમીનમાથી બહાર આવી શકી ન હતી. ડ્રાઇવર દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. તેમ છતાં પણ ટાયર ઊંડે સુધી ખૂપી જતા ઘટનાને લઈને નવસારી એસટી બસ ડેપોમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. તથા પેસેન્જરને પોતાના પોતાના સ્થળ સુધી જવા માટે અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો