VIDEO:રાજકોટ પ્રાણીઉદ્યાનમાં ખુશીના કિલકારીઓ, ત્રણ સિંહ બાળનો જન્મ
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહમાં ત્રણ સિંહ બાળનો જન્મ થયો એશિયાઇ સિંહ નર “ધનંજય&r


રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહમાં ત્રણ સિંહ બાળનો જન્મ થયો
એશિયાઇ સિંહ નર “ધનંજય” તથા માદા સિંહણ “ધારા” સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાનના અંતે ત્રણ સિંહ બાળનો જન્મી થયેલ
હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે
ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચા નું સીસીટીવી દ્વારા રાઉન્ડબ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે
સામાન્યજ રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાં ને જન્મ આ૫તા હોય છે
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ
હાલ ઝૂ માં જુદી જુદી 70 પ્રજાતિઓનાં કુલ 618 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે
રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.








