VIDEO : સાવરકુંડલાના મેરીયાણામાં તાર ફેન્સિંગે લીધો સિંહબાળનો જીવ
સિંહના ગઢ ગણાતા અમરેલીના સાવરકુંડલા પંથકમાં વધુ એકવાર વનરાજની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છ


સિંહના ગઢ ગણાતા અમરેલીના સાવરકુંડલા પંથકમાં વધુ એકવાર વનરાજની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સાવરકુંડલાના મેરીયાણા ગામની સીમમાં આવેલી એક ખેડૂતની વાડી વન્યજીવ માટે કાળ સાબિત થઈ છે. અહીં લોખંડના તીક્ષ્ણ તારની ફેન્સિંગમાં ફસાઈ જવાને કારણે એક નિર્દોષ સિંહબાળનું મોત નીપજ્યું છે. , રાત્રિના સમયે આ સિંહબાળ શિકારની શોધમાં કે સામાન્ય લટાર મારતી વખતે વાડીની ફેન્સિંગની ઝપેટમાં આવી ગયું હતું. તારની મજબૂત પકડમાંથી બહાર નીકળવાના તરફડાટમાં જ સિંહબાળે દમ તોડી દીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. સવારે જ્યારે ખેડૂત વાડીએ પહોંચ્યો ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.




