મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન! વન વિભાગે વાહનો ઝડપી પાડ્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટે થાર કાર

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટે થાર કાર અને બાઇક લઈને પહોંચેલા પ્રવાસીઓ વન વિભાગની ટીમને જોઈને વાહનો છોડીને નાસી છૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના આગેવાન અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મંડોર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સિંહોએ ધામા નાખ્યા હોવાથી અહીં બહારથી અવારનવાર પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે. આ ઘટના દરમિયાન વન વિભાગની ટીમ ત્રાટકતા જ પ્રવાસીઓ પોતાની થાર કાર અને બે મોટરસાઇકલ ઘટનાસ્થળે જ મૂકીને ભાગી ગયા હતા, જેમાં કારની અંદર દારૂ હોવાનો આરોપ પણ ગામના આગેવાને લગાવ્યો છે. વન વિભાગે પ્રવાસીઓના તમામ વાહનો જપ્ત કર્યા છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક સ્થાનિક યુવાનને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે.

આ સમાચાર શેર કરો