મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર સોમનાથ SOGનો દરિયામાં એક્શન, ગેરકાયદે ફિશિંગ પકડાયું

ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસે દરિયામાં માછીમારી પરના પ્રતિબંધનો ભંગ કરી ગેરકાયદે ફિશિંગ કરતા બોટ માલિક

ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસે દરિયામાં માછીમારી પરના પ્રતિબંધનો ભંગ કરી ગેરકાયદે ફિશિંગ કરતા બોટ માલિક સામે કડક કાર્યવાહી કરી છે. મત્સ્યોદ્યોગ કમિશનરના જાહેરનામા મુજબ 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં, વેરાવળના ભીડિયા બંદર પાસે વિઠ્ઠલ પ્રસાદનામની બોટ ફિશિંગ કરતી ઝડપાઈ હતી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બોટ માલિક સંજય દિનેશ ગોહેલની અટકાયત કરી, ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો2003ના ભંગ બદલ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો