મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમરેલીમાં સિંહણનો આતંક: યુવકના માત્ર અવશેષો જ મળ્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહણે એક યુવક પર હુમલો કરી માનવ શિકાર કરતા સમગ્ર પંથકમાં

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહણે એક યુવક પર હુમલો કરી માનવ શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અલ્ટ્રાટેક TPP પાવર પ્લાન્ટ સામે બનેલી આ ભયાનક ઘટનામાં ઉત્તરાખંડના અને સ્થાનિક ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશચંદ્ર નામના યુવકને સિંહણે ફાડી ખાધો હતો. સિંહણના હુમલા બાદ યુવકના માત્ર ખોપડી જેવા અવશેષો જ સ્થળ પરથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના અવશેષો કબજે કરી આ નરભક્ષી સિંહણને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો