સુરતમાં સ્પેશિયલ ચાઈલ્ડે ભાઈ-બહેનના પ્રેમના અતૂટ પર્વ પર બનાવી રંગબેરંગી રાખડીઓ
સુરતમાં રક્ષાબંધનના પર્વને દર વર્ષે અનોખી રીતે ઉજવવાની પરંપરા જળવાઈ રહ

સુરતમાં રક્ષાબંધનના પર્વને દર વર્ષે અનોખી રીતે ઉજવવાની પરંપરા જળવાઈ રહી છે. ત્યારે રક્ષાબંધન પર બહેનો તેના ભાઈઓ પ્રત્યેના પ્રેમના અતૂટ ભાવને દર્શાવવા માટે રાખડીઓ બાંધતી હોય છે. ત્યારે આ વખતે પણ સ્પેશિયલ ચાઈલ્ડસ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓની માંગ વધુ પ્રમાણમાં રહે છે.
રાખડી આકર્ષણનું કેન્દ્ર
રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. જેને લઇ બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતના મનો-દિવ્યાંગ એટલે સ્પેશિયલ ચાઈલ્ડસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. તેમના દ્વારા બનાવામાં આવેલી અનેક રંગબેરંગી રાખડી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
કલ્પનાના આધારે રાખડી તૈયાર થાય છે
આ બાળકો દ્વારા જે રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. તેઓની જેમ જ સ્પેશિયલ છે. કારણ કે, એક પણ રાખડી એવી નથી, જે એક સરખી હોય છે. તેઓ પોતાની કલ્પનાના આધારે રાખડીને ડિઝાઇન આપે છે. ભાઈ-બહેનના પ્રેમના અતૂટ પર્વ પર સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા પ્રેમથી તૈયાર રાખડીયો લોકોને ખૂબ જ પસંદ આવે છે.








