મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દક્ષિણ ગુજરાતની મિલોનું આગોતરું આયોજન, વધતા ભાવને કાબુ રાખવા ચોમાસા અગાઉ કરાશે કોલસાનો સંગ્રહ

ટેક્સટાઇલ હબ ગણાતા સુરતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા પ્રોસેસરો અને ટ્રેડર્સો જે કોલસો વાપરે છે તે પણ મોટાભા

દક્ષિણ ગુજરાતની મિલોનું આગોતરું આયોજન, વધતા ભાવને કાબુ રાખવા ચોમાસા અગાઉ કરાશે કોલસાનો સંગ્રહ

ટેક્સટાઇલ હબ ગણાતા સુરતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા પ્રોસેસરો અને ટ્રેડર્સો જે કોલસો વાપરે છે તે પણ મોટાભાગે ઇન્ડોનેશિયાથી આયાત થયેલો હોય છે. આ કોલસાના ભાવમાં સિઝન પ્રમાણે સતત ભાવમાં વધઘટ થતી રહે છે. ત્યારે ચોમાસામાં કોલસાના વધતા ભાવને કાબુમાં રાખવા 15 લાખ ટન જથ્થો કોલસો સંગ્રહ કરવાનો નિર્ણય સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન લેવામાં આવ્યો છે. 

કોલસાનો સંગ્રહ કરવાનું શરૂ

ચોમાસા દરમિયાન પ્રોસેસિંગ મિલોને કોલસાના ભાવ વધારાનો સામનો કરવો પડે છે. ચોમાસાના જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન કોલસાની ખાણોમાંથી માઈનિંગ બંધ કરી દેવાય છે. જેને લીધે આયાતી કોલસાના ભાવમાં વધારો થતા પ્રોસેસિંગ મિલોને વધુ નાણાં ચૂકવવા પડે છે. જેમાં વરસાદ પાડવાથી કોલસાની ખાણમાં વરસાદી પાણી ભરવાના કારણે કોલસાની ખાણો બંધ કરી દેવાય છે. જેથી તેના ભાવમાં પણ વધારો થાય છે તો અગાઉથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મિલોએ કોલસાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે.

ભાવ બમણા થતા હોય છે

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયાએ કહ્યું કે, જીએમડીસી અને એસજીટીપીએ દ્વારા ચોમાસા દરમિયાન કોલસાની અછત નહીં સર્જાય. તે સાથે પ્રોસેસિંગ મિલોને વધુ ભાવ ચૂકવી કોલસો ખરીદવો નહીં પડે તે દિશામાં પ્રયાસ શરૂ કરાયા છે. સામાન્ય દિવસોમાં કોલસાની 1 ટનની કિંમત રૂપિયા 4000 હોય છે જે ચોમાસા દરમિયાન 1 ટન ની કિંમત રૂપિયા 8000 થઈ જાય છે.

આ સમાચાર શેર કરો