પશ્ચિમ બંગાળ/ કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ, 7 કામદારોના મોત, અનેક ઘાયલ
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટને કારણે સાત લોકો

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટને કારણે સાત લોકોના મોત થયા છે, જ્યારે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત સ્થાનિક ભાજપના ધારાસભ્યો પણ સ્થળ પર પહોંચી ગયા છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. પોલીસ મૃતકોના પરિવારજનોની પણ માહિતી એકઠી કરી રહી છે અને તેમનો સંપર્ક કરી રહી છે.




