મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"અમારા મૌલવીઓને શું બોલવું એ ખબર છે!" મસ્જિદોમાં સમાન ભાષણના નિયમ પર ભડકી ઊઠ્યા મહેબૂબા મુફ્તી

જમ્મુ અને કાશ્મીર વકફ બોર્ડ દ્વારા શુક્રવારની નમાજ દરમિયાન તમામ મસ્જિદોમાં એકસરખા ખુતબા (ધાર્મિક પ્રવચન) આપવાના પ્રયાસો સામે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ પગલાંને ધાર્મિક બાબતોમાં સીધી દખલગીરી ગણાવીને ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કર્યા છે.

શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીતમાં મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, "મને લાગે છે કે આ અમારા ધર્મ અને આસ્થામાં વધુ એક ખુલ્લી દખલગીરી છે. મુસ્લિમોને હેરાન કરવા અને તેમની ધાર્મિક બાબતોમાં દખલ દેવી એ કમનસીબે ભાજપનો એજન્ડા બની ગયો છે. તેઓ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) જેવી સમાનતા અહીં પણ લાદવા માંગે છે. અમારા ઇમામો અને મૌલવીઓને બરાબર ખબર છે કે ક્યારે અને શું બોલવું જોઈએ."

લઘુમતી બાબતોના મંત્રાલય પર નિશાન સાધતાં તેમણે ઉમેર્યું કે, "લઘુમતી મંત્રી પોતે બિન-મુસ્લિમ છે અને તેઓ ઇસ્લામ કે મુસ્લિમો વિશે કશું જાણતા નથી. તેથી દરરોજ આવા નવા નવા તુગલકી આદેશો બહાર પાડવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર હવે ભાજપ માટે એક પ્રયોગશાળા (લેબોરેટરી) બની ગયું છે, જ્યાં દરરોજ નવા પ્રયોગો કરવામાં આવે છે."

આ સમાચાર શેર કરો