VIDEO: દેશમાં ફરી ટ્રેન દૂર્ઘટના, કોલસો ભરીને જતી માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત સહિત અનેક રાજ્યમાં માલગાડી પાટા પરથી ઉતરી જવા

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત સહિત અનેક રાજ્યમાં માલગાડી પાટા પરથી ઉતરી જવાના બનાવ જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં કોલસો ભરીને જઇ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી.
ઉત્તર પ્રદેશમાં માલગાડી પાટા પરથી ઉતરી
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં કોલસો લઇને જતી માલગાડી પાટા પરથી ઉતરી ગઇ છે. મળતી માહિતી અનુસાર કૃષ્ણશિલા રેલવે સ્ટેશનના બાંસીમાં કોલસો લઇને માલગાડી જતી હતી આ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઇ હતી. કહેવામાં આવે છે કે માટી ધસી જતા માલગાડીના બે ડબ્બા પલટી મારી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયેલા જોવા મળી રહ્યાં છે.






