JAMNAGAR : શહેરમાં કોલેરા વકર્યો, ધરારનગર-2 સહિતના વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર
Jamnagar News : જામનગર શહેરમાં વરસાદની સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે

Jamnagar News : જામનગર શહેરમાં વરસાદની સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાંથી કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા. જેને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર પહોંચી હતી. બીજી તરફ જે વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ આવી પહોંચી
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાંથી તાજેતરમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા. આથી રાજ્યના આરોગ્ય વિભાગની એક ટુકડીનું ગાંધીનગરથી આજે જામનગરમાં આગમન થયું હતું. તેમણે મ્યુનિ. કમિશનર ડી એન મોદી સાથે કોલેરાના પ્રશ્ને ચીચા કરી હતી. અને કેટલાક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર
જામનગર મહાનગરપાલિકાની માગણીના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા ધરારનગર-2 ખોજાવાડ, લાલખાણ, વામ્બે આવાસ, રવિપાર્કના સહિત નાં કેટલાક વિસ્તારમાં ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા હતા. આ માટે જરૂરી જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોલેરા ગ્રાસ્ત વિસ્તારની ગાંધીનગરની આરોગ્ય ટીમ મુલાકાત લીધી હતી.








