સો સોરી, ડિપ્રેશનમાંથી પસાર થાવ છું- અંગ્રેજીમાં પોસ્ટ મૂકી બીલીમોરાના આંતલિયા ગામના યુવકે ખાધો ફાંસો
આજકાલ આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીના બીલીમોરા નજીક આવેલા આંતલિયા ગામના

આજકાલ આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીના બીલીમોરા નજીક આવેલા આંતલિયા ગામના યુવકે પોતાના જ બંગલોમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત અગાઉ સોશિયલ મીડિયામાં એક અંગ્રેજીમાં પોસ્ટ મૂકી હતી. જેમાં તે ખૂબ જ ડિપ્રેશનમાં હોવાથી બધુ પુરું કરવા માંગતો હોવાનું લખ્યું હતું.
મિત્રો પહોંચે તે પહેલાં મોત
ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર નજીક આવેલા આંતલિયા ગામે યુવકે આપઘાત કરી લીધો હતો. આંતલિયા ગામે વાત્સલ્ય બંગ્લોમાં રહેતા રોનક જીતેન્દ્રકુમાર લાડ નામના યુવકે રેલિંગ સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો હતો. રોનકે આ અવિચારી પગલું ભરતા સોશિયલ મીડિયા ઉપર ઈંગ્લીશમાં એક પોસ્ટ મૂકી હતી. જો કે આ પોસ્ટ વાંચીને તેના મિત્રો તુરંત તેના ઘરે તેને આવું કરવા અટકાવવા માટે પહોંચે એ પહેલા જ રોનકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ અક્ષરસઃ
So sorry everyone by mistake if I have hurted you my time on this earth is over now I have taken a step just because I am going through lots of trauma and depression so I decided to end over here
(સો સોરી એવરીવન બાય મિસ્ટેક ઈફ આઈ હેવ હર્ટેડ યુ માય ટાઈમ ઓન ધીસ અર્થ ઈઝ ઓવર નાવ આઈ હેવ ટેકન અ સ્ટેપ જસ્ટ બિકોઝ આઈ એમ ગોઈંગ થ્રૂ લોટસ ઓફ ટ્રોમા એન્ડ ડિપ્રેશન સો આઈ ડિસાઈટેડ ટૂ એન્ડ ઓવર હીયર)








