Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Accused arrested from Vapi railway station

વલસાડ: પારડીમાં કોલેજીયન યુવતીના દુષ્કર્મ અને હત્યાનો મામલો, આરોપી વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2024
લાઇવ ટીવીGoogle News
વલસાડ: પારડીમાં કોલેજીયન યુવતીના દુષ્કર્મ અને હત્યાનો મામલો, આરોપી વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપાયો

વલસાડના પારડીના મોતીવાળામાં કોલેજીયન યુવતીના દુષ્કર્મ અને હત્યાના મામલે  દસ દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. આરોપી વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપાયો છે. રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતા GRPની ટીમને જાણ થઈ હતી. પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ  હરિયાણાનો હોવાનુ સામે આવ્યું. આ આરોપીને પકડવા માટે વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમો તપાસમાં લાગી હતી.

App Store

પરિવારની દિકરી બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ફાટક પાસે વસવાટ કરતા પરિવારની દિકરી બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 14 નવેમ્બરે ટ્યુશનમાં ગયા બાદ તે પરત ફરી ન હતી.

આ પણ વાંચો:VIDEO: અમદાવાદમાં નબીરાએ સર્જ્યો ભયાનક અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

પરિવારે મોડી રાત સુધી તેની શોધખોળ આદરી

પરિવારે મોડી રાત સુધી તેની શોધખોળ આદરી હતી. મોતીવાળા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ તાત્કલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જો કે ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.