VIDEO: અમદાવાદમાં નબીરાએ સર્જ્યો ભયાનક અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે
અમદાવાદના આંબલી-બોપલ રોડ પર વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જયો છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કારનો નશાની હાલતમાં હતો, અને અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટના કસ મારતો રહ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બોપલમાં કાર ચાલકે સંખ્યાબંધ વાહનોને મારી ટક્કર
અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટના કસ મારતો રહ્યો
અકસ્માતની ઘટના બાદ પોલીસ કાર ચાલકને લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બોપલ-આંબલી રોડ ટ્રાફિકથી ધમધમતો હતો છે, વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જતા રસ્તા પર ભાગમભાગના દૃશ્યો સર્જાયા હતા.
લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો
ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
વૈભવી કાર લઇને રસ્તે નિકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હતો.
મળતા અહેવાલ પ્રમાણે નબીરાએ સપ્ટેમ્બરમાં બોડકદેવ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો.

