અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર ચાલકે સંખ્યાબંધ વાહનોને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 4થી5 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શો રૂમ પાસે ઘટના બની હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.